ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના : મળશે રૂપિયા 75 હજારની રોકડ સહાય
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના એ એક સંયુક્ત અને વ્યાપક યોજના છે, જે ખેડૂતને હોર્ટીકલ્ચર (ફળો, શાકભાજી, પલાંટો વગેરે)ના વિકાસ માટે સહાય કરવા માટે રચવામાં આવી છે. આ યોજના હેઠળ, કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ખેતીમાં નવીનતા લાવવા માટે મદદ આપવામાં આવે છે.
તો ચાલો વિગતે જોઈએ કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના થકી ખેડુતોને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે?
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના
ખેડૂત દ્વારા અનેક પધ્ધતિથી પિયત કરવામાં આવે છે. આ પધ્ધતિમાં ડ્રીપ ઇરીગેશનમાં પાણીનો વ્યય સૌથી ઓછો અને પાણીનો ઉપયોગ સૌથી વધુ થાય છે. આ માટે સરકાર દ્વારા ડ્રીપ ઇરીગેશન તરફ ખેડૂતને આકર્ષિત કરવા યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે.
આ યોજના ઓછા પ્રમાણમાં પાણીવાળા ક્ષેત્રમાં સુધારણા લાવવાના, વધુ પોષણદાયક ફળની ખેતી પૂરું પાડવા, અને ખેડૂતોને આર્થિક સ્વાયત્તતા તરફ લઈ જવા માટે દિશા નિર્દેશ આપે છે.
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજનાનો લાભ કયા ખેડુતો લઈ શકે છે?
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજનાનો લાભ નીચેના પ્રકારના ખેડૂત લઈ શકે છે:
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના
આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા, ડ્રીપ સેટ ફરજીયાત.
ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્નમેન્ટ વેલ્યુઅર / તાલુકા સર્વેયર / નરેગા યોજનાના સર્વેયરનો ખર્ચ અંગેનુ સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે.
ખેડૂતને ઓછામાં ઓછા 25.50 ઘનમીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે?
આ યોજનામાં વિવિધ પ્રકારના ખેડૂતો માટે સહાય આપવામાં આવે છે. નીચે એ મુજબ છે:
પ્રકાર | માત્રા / સહાય |
---|---|
અનુસુચિત જનજાતિના ખેડુતો માટે | યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 75,000/- ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. |
સામાન્ય જાતિના ખેડૂતો માટે | યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 50,000/- ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. |
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના માટે મહત્વની તારીખ
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે મહત્વની તારીખ નીચે આપેલ છે.
વિષય | તારીખ |
---|---|
ઓનલાઈન અરજીની શરુ તારીખ | 10/12/2024 |
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ | 10/12/2024 |
આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની તક | આ સમયગાળા દરમિયાન |
Post a Comment
Post a Comment